ગુજરાતમાં વધુ એક પેપરલીક કાંડ: વલસાડમાં ધો.12નું પેપર ફૂટ્યું

  • 2 years ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કૌભાંડનો મામલો હજી શમ્યો નથી ત્યાં આજે ફરી બીજું પેપર લીક કૌભાંડ સામે આવ્યું. વલસાડ જિલ્લામાં 12મા ધોરણનું કેમેસ્ટ્રીનું પેપર લીક થતા શિક્ષણ વિભાગ દોડતું થઇ ગયું છે. વલસાડ જિલ્લામાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં પેપર લીકનો મુદો ભારે ગરમાયો. પારડીની એક સ્કૂલમાં ધો.12ની વિદ્યાર્થિની પાસેથી 50 માર્કસના કેમેસ્ટ્રી પેપરનું ઓએમઆર શીટની સોલ્યુશનની કાપલી ઝડપાતા ભાંડાફોડ થયો. સુપવાઇઝરે ઝડપી પાડીને તેની જાણ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને કરવામાં આવી હતી. પેપર લીક કાંડના કૌભાંડ બહાર આવે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે.

Recommended