ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય

  • 2 years ago
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યના તમામ પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ 40થી 60 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે પવનો ફૂંકાશે તેવી પણ આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 13 અને 14 સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય સાર્વત્રિક રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, સુરત, નવસારી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વગેરે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Recommended