અમદાવાદમાં જીતુ વાઘાણીએ 1000 વિદ્યાર્થીઓ સાથે મિત્રોની મુસાફરી કરી

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમાં મેટ્રોના લોકાર્પણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આ અત્યાધુનિક પ્રોજેક્ટના વિવિધ પાસાંઓ જેવા કે વિકાસ, સંચાલન, દેખરેખ વગેરેને પ્રત્યક્ષ રીતે નિહાળે તેવું સુચન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની ઉક્ત લાગણીને અનુસરીને શિક્ષણ મંત્રીએ આજે 1000 જેટલા બાળકોને મેટ્રોની મુસાફરી કરાવી હતી અને શિક્ષણમંત્રી પોતે મેટ્રોમાં બેસી બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ એસ.જે. હૈદર અને મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Recommended