સમગ્ર દુનિયામાં કોરોનાવાઇરસે કેર વર્તાવ્યો છે ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધતાં લોકોમાં દહેશત જોવા મળી રહી છે ખાસ કરીને મુંબઈમાંથી લોકોએ વતનની વાટ પકડી છે ડરના માર્યા પરપ્રાંતીય લોકોનો રેલવે સ્ટેશન પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી ટ્રેનને પકડવા માટે લોકોની રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે એટલું જ નહીં ટ્રેનમાં બેસવા માટે પણ લોકો જોખમી પ્રયાસ કરી રહ્યા છે
Be the first to comment