Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
અંકલેશ્વર:અંકલેશ્વરની પ્રતિન પોલીસ ચોકીના 100 મીટર અંતરમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષની દીકરીને નરાધમ ઉઠાવી ફરાર થઇ ગયો હતો જે અંગે પોલીસે તપાસ હાથધરી હતી દરમિયાન બાળકી રેલવે સ્ટેશન નજીકથી મળી આવતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
અંકલેશ્વર જીઆઇડીસી રેલવે સ્ટેશનના પ્રતિન ચોકડી વિસ્તારમાં ગત રાત્રી દરમ્યાન માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી એક નરાધમ ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતીપ્રતિન ચોકડી પાસે કમલ શોપિંગ સેન્ટર દુકાનના ઓટલે રાત્રીના સૂતેલાં શ્રમજીવી દંપતીની ચાર વર્ષીય બાળકીને સવારે 6 થી 6:45 દરમિયાન અજાણ્યો ઈસમ માતા-પાસે સુતેલી દીકરી સિફ્તાઇ પૂર્વક ઉઠાવી દોટ મૂકી ફરાર થઇ ગયો હતો જે ઘટના દુકાન પાસે લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી આ બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે કરવામાં આવતા પીઆઈ ઓમકારસિંહ સીસોદીયા તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો બનાવ સંદર્ભે 4 વર્ષીય દીકરીના પિતાની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી દરમિયાન આ બાળકી રેલવે સ્ટેશન નજીકથી બિનવારસી મળી આવી હતી જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago