ગાંધીનગરઃગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે(13 માર્ચ) છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ત્રણ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીન અને કોંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે જો કે આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા આમ 4 સીટની ચૂંટણી માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે
Be the first to comment