Skip to playerSkip to main contentSkip to footer
  • 2/24/2020
નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે બીજા દિવસે પણ બે જૂથ વચ્ચે હિંસક પ્રદર્શન થયા હતા ઉત્તર-પૂર્વી દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં આગ લગાવી હતી પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા આ દરમિયાન પથ્થમારામાં ઘાયલ ગોકલપુરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થઈ ગયું છે જ્યારે શહાદરાના ડીસીપી અમિત શર્મા હોસ્પિટલમાં દાખલ છે તેમની ગાડીને પણ આગ લગાવી દેવામાં આવી છે પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પનું રોકાણ ચાણક્યપુરી સ્થિત ITC મૌર્યા હોટલમાં કરવામાં આવ્યું છે જે વિસ્તારમાં હિંસા ભડકી છે તે અહીંથી 20 કિલોમીટરના અંતરે છે આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે જેને ગોળી વાગી હતી

Category

🥇
Sports

Recommended

0:34