બેડી માર્કેટિંગ યાર્ડમાં 5માં દિવસે હડતાળ યથાવત

  • 4 years ago
મચ્છરોના ત્રાસના કારણે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે પણ હડતાળ યથાવત છે હડતાળને પગલે યાર્ડના સત્તાધીશો, વેપારીઓ અને મજૂર અગ્રણીઓની બેઠકમાં સામસામે આક્ષેપો થયા હતા અને સામસામે બોલાચાલી થતાં હોબાળો મચી ગયો હતો એક તરફ જળકુંભી દૂર કરવાની કામગીરી શરૂ થઇ છે અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ વેપારીઓ પોતાના પર થયેલા કેસો પાછા ખેંચવાની માંગ ઉપર અડગ છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ડીકેસખીયાએ જણાવ્યું હતું કે, વેપારીઓ પર થયેલા કેસો પાછા ખેંચવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે
બેઠકમાં વેપારીઓને સત્તાધીશો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી થઇ
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ વચ્ચે ની બેઠક પૂર્ણ થઇ ગઇ છે બેઠકમાં વેપારીઓને સત્તાધીશો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી થઇ હતી જેમાં વેપારી એસોસીએશન પોલીસ કેસો પાછા ખેંચવાની પોતાની માંગ પર અડગ છે વેપારીઓએ જણાવ્યું હતું કે, કેસ પાછા ન ખેંચાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં હડતાળ ચાલુ રહેશે યાર્ડના સત્તાધીશો મુખ્યમંત્રીને મળવા જશે

Recommended