Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે ચીનસહિત દુનિયાભરના લોકો શક્ય તેટલા પ્રયત્નો કરે છે તેવામાં ચીનના સિચૂઆન પ્રાંતમાં એક મહિલાએ અનોખો જૂગાડ કર્યો હતો જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે લૂઝ્ઓ શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં તે જિરાફના ડ્રેસમાં ફરતી જોવા મળી હતી આવી જ હાલતમાં તે દવાખાનોમાં હાજરનર્સ પાસે જઈને મોબાઈલમાં વીડિયો કોલ કરીને તેના પિતા સાથે વાત પણ કરાવે છે આ કોલિંગ બાદ તેણીએ તેના પિતાની દવાઓ પણ લીધી હતી સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં તેણીએ જણાવ્યું હતું કે ઘરમાં તે એકમાત્ર સ્વસ્થ સભ્ય હોવાથી દરેકની જવાબદારી તેના માથે છે તેના પિતા આ દવાખાનામાં જ તેમનું રૂટિન ચેકઅપ કરાવતા હોય છે જો કે, તેના માતાપિતા કોરોનાની ઝપેટમાં ના આવી જાય તે માટે તેણીએ જાતે જ નર્સ પાસે જઈને દવા લેવાનું નક્કી કર્યું હતું બજારમાં ફેસમાસ્કની અછત હોવાથી તેણે આ જિરાફનો ડ્રેસ ખરીદી લીધો છે જે પહેરીને તેણે દવાખાનાની મુલાકાત કરી હતી આવો જ વેશ ધારણ કરીને તે ઘરની ગ્રોસરી અને અન્ય વસ્તુઓ લેવા માટે પણ બજારમાં અવારનવાર જવા લાગી છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago