Skip to playerSkip to main content
  • 6 years ago
ભારતીય સેનાના જવાને સાહસનું પ્રદર્શન કરીને નદીમાં ડૂબતી મહિલાનો જીવ બચાવ્યો હતો રવિવારે જ્યારે જવાનો તેમના કેમ્પમાં હાજર હતા ત્યારે એક બાઈકસવારે તેમને નદીમાં મહિલા ડૂબતી હોવાની જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ રાજસ્થાનના જયપુરના વતની અશોક ભાકર કે જે અસમના બરપેટમાં ફરજ બજાવે છે તે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર સીધા જ નખંડા નદી પાસેના પૂલે પહોંચ્યા હતા ત્યાં હાજર અનેક લોકો નદીમાં બચવા માટે વલખાં મારતી મહિલાને બચાવવાને બદલે તેને ડૂબતી જોઈ રહ્યા હતા તો કેટલાક વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા આર્મીના જવાને પળનો પણ વિલંબ કર્યા વગર નદી ઉતરીને તરતાં તરતાં તે મહિલા પાસે જઈને તેને બહાર નીકાળી હતી ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જ આર્મીના ઓફિસર્સે પણ અશોકને ફોન કરીને શાબાશી આપી હતી આખી ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી નદીમાં ડૂબેલી મહિલાની પ્રાથમિક પૂછપરછ કરીને પોલીસે તેને પરિવારને સોંપી દીધી હતી મળતી વિગતો પ્રમાણે મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તે નદીમાં પડીને ડૂબવા લાગી હતી

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago