આણંદ: આણંદ શહેરના સરદારગંજ વિસ્તારમાં સોમવારે બપોરે એક યુવકે 30 ફૂટ ઊંચાઈએથી ટાવર પરથી નીચે ઝંપલાવ્યું હતું નોંધનીય બાબત તો એ છે કે, ટાવર આણંદ શહેર ફાયરબ્રિગેડથી માત્ર 50 ડગલાં જ દૂર હતું તેમ છતાં જાળી બિછાવીને યુવકને બચાવવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા હતા બીજી તરફ લોકોએ પણ પોતાના મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી માટે પ્રયાસ નહોતા કર્યા નોંધનીય છે કે, યુવકની ઓળખ કરવા પોલીસે સઘન કવાયત હાથ ધરી હતી જોકે, મોડી સાંજ સુધી તેની ઓળખ થઈ શકી નહોતી
Be the first to comment