ગીર સોમનાથ: છેલ્લા ત્રણ દિવસથી દીવમાં દીપડાએ દેખા દેતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો દીવના ઘોઘલમાં સરકારી ક્વાર્ટરમાં આજે દીપડો ઘૂસ્યો હતો જેથી આજે વહેલી સવારે દીપડાનું લોકેશન મળતા વન વિભાગે દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું વન વિભાગની ટીમે દીપડાને એરગન દ્વારા બેભાન કરી રેસ્ક્યૂ કર્યું હતું એક વર્ષના દીપડાનું બેથી ત્રણ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં વન વિભાગને સફળતા મળી હતી
Be the first to comment