Skip to playerSkip to main content
  • 6 years ago
ભુજઃ ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મને લઈને છાત્રાઓ સાથે શારીરિક પરિક્ષણના બનાવને લઇને રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં હેડગેવાર ભવનના લોકાર્પણમાં હાજરી આપ્યા બાદ આ મામલે જણાવ્યું હતું કે, સરકાર આ અંગે ગંભીર નોંધ લઇને શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે ઉલ્લેખનીય છે કે આ કેસમાં મહિલા આયોગ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસને તપાસનો રિપોર્ટ આપવાની માંગ કરતાં એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને સહજાનંદ ઇન્સ્ટિટ્યુટના મહિલા પ્રિન્સિપાલ, કોઓર્ડિનેટર, સુપરવાઇઝર અને પ્યુન સહિત ચાર જણાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો મહિલા આયોગની 5 સભ્યોની ટીમ ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટ દોડી ગઈ છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago