ગીરસોમનાથ:તાલાલાના માધુપુરગીરમાં દીપડા નીતિન પટેલ નામના ખેડૂત પર હુમલો કર્યો હતો વાડીમાં કામ કરી રહ્યા હતા અને અચાનક દીપડાએ તેના પર તરાપ મારી હતી અને હાથના ભાગે નહોર ભરાવ્યા હતા જો કે, ખેડૂતે હિંમતપૂર્વક દીપડાનો સામનો કરી ભગાડી મુક્યો હતો બાદમાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે
Be the first to comment