અમરેલી: બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો એકત્રિત કર્યો હતો જેને લઇને તે પોલીસ સ્ટેશને ગયો હતો જોકે પોલીસે બિનવારસી ચૂંટણી કાર્ડ મામલતદારને સોંપવાનું જણાવ્યું હતું જાગૃત નાગરીક બિનવારસી હાલતમાં મળેલો ચૂંટણી કાર્ડનો જથ્થો સોમવારે મામલતદારને સોંપશે સરકારી ડોક્યુમેન્ટ ગણાતા ચૂંટણી કાર્ડનો જથ્થો કોણે ફેંકી દીધા તેને લઈને સવાલો ઉઠ્યા છે
Be the first to comment