સુરતઃઅલથાણ વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસે ઝાડ પર સવારના સમયે યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ સ્થાનિકોને થતાં પોલીસને જાણ કરાઈ હતી પોલીસે ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહને નીચે ઉતારી વધુ તપાસ હાથ ધરી છે જેમાં પ્રાથમિક તપાસમાં મજૂરી કામ કરતો યુવક ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યો હતો એક વર્ષ અગાઉ યુવકના લગ્ન થયા હતા ત્યારે કયા સંજોગોમાં ફાંસો ખાધો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Be the first to comment