બારડોલીના નીણત ગામે પ્લાય બનાવતી કંપનીમાં આગ લાગી, ત્રણ દાઝ્યા

  • 4 years ago
સુરતઃ બારડોલી તાલુકાના નીણત ગામે આવેલી પ્લાય બનાવતી હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં 3 વ્યક્તિ દાઝ્યા જે પૈકી 1 મહિલાની હાલત ગંભીર સારવાર અર્થે બારડોલી સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે બારડોલી તાલુકાના નીણત ગામ ખાતે પ્લાય બનાવતી હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એક વિભાગમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાની જાણ બારડોલી ફાયરને કરતા બારડોલી ફાયરની ટીમની 2 ગાડી દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા બારડોલી મામલતદાર સહિતના અધિકારી ઘટના સ્થળ દોડી ગયા હતા 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો સમગ્ર આગની ઘટનામાં 2 પુરૂષ અને 1 મહિલા દાઝી ગયા હતા જે પૈકી મહિલાની હાલત ગંભીર છે આ તમામ ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસડાયા હતા જેમાં 2 વ્યક્તિને સામન્ય ઇજા જણાતા તેમને રજા આપી દેવામાં આવી હતી જ્યારે મહિલાની સારવાર ચાલી રહી છે