ગીર: ગીરકાંઠાના ખેડુત આમ તો સાવજની હાજરીમાં પણ વાડી ખેતરમાં કામ કરવા ટેવાયેલા છે, પણ વાડીએ જવાના સાંકડા ગાડા માર્ગમાં વળાંકમાં અચાનક જ બે ફુટના અંતરે સાવજનો ભેટો થઇ જાય તો ભલભલાના હાંજા ગગડી જાય ગીર બોર્ડર વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી જ્યાં પોતાના બે બચ્ચાં સાથે સિંહણ નહેરમાંથી પસાર થતી હતી ત્યારે વળાંકમાં બાઇક પર આવેલા બે શખ્સ સાથે તેનો આમનો સામનો થઇ ગયો હતો જો કે સિંહણને પોતાના બચ્ચાંની વધારે ફિકર હતી જેથી માત્ર પાંચ ફુટના અંતરેથી આ સિંહણ કેડો મૂકી પોતાના બચ્ચાંને લઇ વાડીમાં ચાલી ગઇ હતી
Be the first to comment