ભરૂચઃ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી હોટલના રસોડામાં ભોજન બનાવતી આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી આગ લાગતા જ હોટલ સ્ટાફ હોટલમાંથી બહાર નીકળી ગયો હતો અને આસપાસના લોકોએ પાણીનો મારો શરૂ કરી દીધો હતો અને ભરૂચ ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી હતી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો જોકે સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી
Be the first to comment