મનીષ પારીક, પાટડી: બજાણા પેસેન્ટર શાળાની 100% દિવ્યાંગ શિક્ષિકા નિવૃત્તિ પછી પણ છેલ્લા 3 મહિનાથી શાળાના ભૂલકાંઓને નિયમિત ભણાવે છેનો વિસ્તૃત અહેવાલ તા 20મી જાન્યુઆરીના દિવ્યભાસ્કરમાં છપાયો હતો જેને પગલે મંગળવારે ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ બજાણા શાળામાં ધામા નાખી નિવૃત શિક્ષિકા પર એક કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી જે આગામી શનિવારે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ શિક્ષકોને બતાવવામાં આવશે
Comments