કેવડિયાઃ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આજે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વન અને પર્યાવરણના અગ્ર સચિવ અને નર્મદા નિગમના એમડી ડોરાજીવ ગુપ્તાના હસ્તે પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં વિવિધ 15 દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના 50 અને ભારતના વિવિધ 8 રાજ્યોના 39 સહિત 89 પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો પતંગ મહોત્સવમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા આવેલા પ્રવાસીઓ પણ જોડાયા હતા
Be the first to comment