અમરેલીઃ અમરેલી જિલ્લાના લાઠીના અકાળા રોડ પર અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી ગાંધી પ્રેમીઓ અને સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અમરેલી જિલ્લાના લાઠીના અકાળા રોડ પર આવેલા હરિકૃષ્ણ સરોવરનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હોવાથી મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે હરિકૃષ્ણ સરોવરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા મૂકવામાં આવી હતી રાત્રિ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને અસામાજિક તત્વોએ તોડી નાખી હતી ઘટનાની જાણ થતાં જ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, ખેડૂત સંગઠનો સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં લોકો તળાવ ખાતે પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી લોકોએ માંગ ઉઠાવી હતી પોલીસે રાષ્ટ્રપિતાની પ્રતિમાને તોડનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે