વડોદરામાં ફ્લેટમાં દીવો સળગતો રાખીને પરિવાર બહાર નીકળ્યા બાદ આગ લાગી

  • 4 years ago
વડોદરાઃવડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતો પરિવાર મંદિરમાં દીવો પ્રગટાવીને ઘર બંધ કરીને કામ અર્થે બહાર ગયો હતો દરમિયાન દિવાની ઝાળથી અચાનક આગ લાગેલી આગ ઘરમાં ફેલાઇ હતી જોત જોતામાં આગના કારણે ધુમાડા નીકળતા એપાર્મેન્ટમાં રહેતા અન્ય રહીશો બહાર દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ બનાવમાં કોઇને ઇજા પહોંચી ન હતી

Recommended