સુરતઃ સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક રિવર્સમાં આવતી કારની નીચે એક બાળક આવી જાય છે જોકે, રામ રાખે તેને કોણ ચાખેની કહેવત જેમ બાળકને જરાં પણ ઈજા થઈ ન હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે તપાસ કરતા નાના વરાછામાં આવેલી હરેકૃષ્ણ સોસાયટીની હોવાનું જાણવા મળ્યું છે અને વીડિયો 19 ઓગસ્ટનો હોવાનું જાણવા મળ્યું છે હરેકૃષ્ણ સોસાયટીમાં જીગ્નેશ પાનસુરિયા પરિવાર સાથે રહે છે તેમને એક 6 વર્ષનો દીકરો દીપ છે જે ગત 19મીના રોજ સવારે વરસતા વરસાદમાં છત્રી લઈને સ્કૂલે જવા નીકળ્યો હતો
Be the first to comment