વાપીઃવાપીની એક કંપનીમાં સાથે કામ કરતાં બે મિત્રો વચ્ચે થયેલી મજાક મોતનું કારણ બની ગઈ હતી એક શાકાહારી મિત્રના ટિફિનમાં નોન વેજિટેરીયન મિત્રએ માછલીનો કાંટો મુકી દીધો હતો આ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અંગત અદાવતમાં આખરે નોન વેજિટેરીયન મિત્રએ પોતાના સાગરીતો સાથે મળીને શાકાહારી મિત્ર પર ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં શાકાહારી મિત્રનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Be the first to comment