વડોદરાઃ નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણાનગર સર્કલ પાસે બુધવારે મોડી રાત્રે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં રીક્ષામાં બેઠેલા બે લોકોનાં મોત થયા હતા ફતેગંજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રાત્રે 11:30 વાગ્યે નવાયાર્ડ તરફથી પૂરપાટ ઝડપે કાર જઇ રહી હતી તે સમયે ત્યાંથી રીક્ષા પસાર થઇ રહી હતી પૂરપાટ ઝડપે આવી રહેલી કારને જોઇ જતા રીક્ષાચાલકે બ્રેક મારી હતી જેથી રીક્ષા પલટી ખાઇ ગઇ હતી અને કારે રિક્ષાને ટક્કર મારી હતી જેમાં રીક્ષા ચાલક સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને રીક્ષામાં બેઠેલા ધર્મવીર લાલસિંહ અને સુરજીત સરદારસિંહ નટવરીયા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા
Be the first to comment