રાજકોટ: શહેરમાં આવેલી પાંજરાપોળમાં મોડી રાત્રે 4 વાગ્યાની આસપાસ કોઇ કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી ગાયો માટે રાખવામાં આવેલા ઘાસના જથ્થામાં આગ લાગી હતી સુકા ઘાસમાં આગ લાગતા વધુ પ્રસરી હતી આથી ફાયબ્રિગેડને જાણ કરતા 5થી 6 ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા જ 1546 ઘાસની ગાંસડી બળીને ખાખ થઇ ગઇ હતી આથી પાંજરાપોળને લાખોનું નુકસાન પહોંચ્યું છે
Be the first to comment