પાવાગઢ/ ગોધરા: પંચમહાલ જિલ્લામાં મહાકાળીના સ્થાનીય તરીકે જાણીતા એવા પાવાગઢની તળેટીમાં આવેલા વડાતળાવ ખાતે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પાંચમાં વર્ષે પંચ મહોત્સવ બેટી બચાવો બેટી પઢાઓની થીમ સાથે આયોજન કરવામાં આવ્યું છે જેણે 25 ડિસેમ્બરથી શરૂ કરી સ્થાનિક તેમજ ખ્યાતનામ કલાકારો પોતાના સ્વરો દ્વારા જન મેદની સામે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડાયરો ફિલ્મી,હિન્દી, ગુજરાતી અને ધાર્મિક ગીતો દ્વારા જનમેદનીને ઉત્સાહભેર ડોલતા કર્યા હતા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પંચમહોત્સવમાં પ્રથમ દિવસે કિર્તીદાન ગઢવી તેમજ બીજા દિવસે કિંજલ દવે, ત્રીજા દિવસ ભૂમિ ત્રિવેદી તેમજ ચોથા દિવસે પાર્થિવ ગોહિલ તેમજ સમાપન સમારોહમાં પાંચમાં દિવસે સચિન,જીગર બેલી સિંગરોને હિન્દી,ગજરાતી ગીતોને સાંભળવા જનમેદનીથી જોવા મળી હતી જેમાં વીવીઆઈપી, તેમજ વીઆઈપી બેઠકો ગીચોગીચ થઈ ગઈ હતી
Be the first to comment