એક અવોર્ડ ઈવેન્ટમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલનાં અભિનેત્રી બબિતાજી સિક્યોરિટી પર ભડક્યાં હતાં જેનો વીડિયો સામે આવતાં જ વાઈરલ થવા લાગ્યો હતો જો કે, અભિનેત્રી મૂનમૂન દત્તા જે કારણે ત્યાં હાજર તે સિક્યોરિટી ગાર્ડ પર ગુસ્સે થયાં હતાં તેનું કારણ જાણીને યૂઝર્સે પણ તેમનાં વખાણ કર્યા હતાં આ ઘટના ગોલ્ડ અવોર્ડ 2019ની ઈવેન્ટમાં બની હતી ગ્રીન કલરનો ગ્લેમરસ ડ્રેસ પહેરીને જ્યારે તેમણે રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી કે તરત જ પાછળ પાછળ ક્યાંકથી એક શ્વાન આવી ચડ્યો હતો આ જોઈને તેને મારવા જતા સિક્યોરિટી ગાર્ડને જોઈને તરત જ મૂનમૂન દત્તાને ગુસ્સો આવ્યો હતો અબોલ જીવ પર થતો આવો અત્યાચાર તે જોઈ ના શકતાં તે ગાર્ડને આવું કરવા બદલ ખખડાવી દીધો હતો બબિતાજીનો આવો જીવદયા પ્રેમ જોઈને ત્યાં હાજર દરેકને નવાઈ લાગી હતી જો કે, સોશિયલ મીડિયામાં તેમના આવા પગલાને યૂઝર્સે વખાણ્યું હતું
Be the first to comment