Skip to playerSkip to main content
  • 6 years ago
બોલિવૂડ ડેસ્ક:અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સીઝન હાલ ચાલી રહી છે આ સીઝનના 25મા એપિસોડમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ખાસ મહેમાનોની પેનલમાં સામેલ હતી આ શોમાં સોનાક્ષી અને તેની કો-કન્ટેસ્ટન્ટ રાજસ્થાનની ઉમા દેવીને સવાલ પૂછવામાં આવ્યો કે, રામાયણ અનુસાર હનુમાનજી કોના માટે સંજીવની જડીબુટ્ટી લેવા ગયા હતા? તેના ઓપ્શન હતા સુગ્રીવ, લક્ષ્મણ, સીતા અને રામ આ સવાલનો જવાબ સોનાક્ષીને ન આવડ્યો અને તેના માટે તેણે એક્સપર્ટ એડવાઇઝ લાઈફલાઈન લીધી અને ત્યારબાદ લક્ષ્મણ જવાબ આપ્યો

આ એપિસોડ બાદ સોનાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થવા લાગી લોકો તેની મજાક કરવા લાગ્યા કે, શું આ શત્રુઘ્ન સિન્હાની જ દીકરી છે ને? તેના પિતા સહિત ચારેય ભાઈઓના નામ રામાયણના આધારે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન છે સોનાક્ષીના ભાઈઓના નામ લવ અને કુશ છે તેના પિતાના ઘરનું નામ રામાયણ છે તેમ છતાં તેને રામાયણ પર આધારિત આ સવાલનો જવાબ આવડતો ન હતો આ સ્ટોરી લખાઈ રહી છે ત્યારે ટ્વિટર પર #YoSonakshiSoDumb હેશટેગ પહેલા નંબર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended