Skip to playerSkip to main content
  • 6 years ago
તમે લગ્નો તો બહુ જોયા હશે પણ આવા લગ્ન કે તેમાં ગોર મહારાજે જે રીતે સાત ફેરા લેવડાવ્યા છે તેવું દૃશ્ય તો નહીં જ જોયું હોય સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો આવીડિયો જોઈને અનેક યૂઝર્સે મિશ્ર પ્રતિભાવ આપ્યા હતા વીડિયોમાં જોઈ શકાય છે કે સાત ફેરા લેવાની વેળાએ પંડિતજી હિન્દી ગીતો ગાય છે સાથે જ તેની સાથે સાથે મંત્રોનુંઉચ્ચારણ કરીને તેના અર્થ પણ સમજાવતા જાય છે ઘડીકમાં ગીતો અને ઘડીકમાં મંત્રો સાથે કરાવેલા આ લગ્નમાં જે પ્રયોગ હાથ ધર્યો હતો તે અનેક યૂઝર્સે વખોડ્યો હતો કોઈએકહ્યું હતું કેજોવામાં સારું લાગે પણ શાસ્ત્રોની વિરુદ્ધ છે મહેરબાની કરીને સંસ્કૃતિને તો હવે પ્રયોગશાળા ના બનાવો જેવા શબ્દો વાપરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતોવીડિયો વાઈરલ થયો પણ તેનું લોકેશન સામે નથી આવ્યું

Category

🥇
Sports
Comments

Recommended