હવે આ તસવીરોને જોતા તમે તેને અંધવિશ્વાસ નહીં કહો તો બીજુ શું કહેશો પોતાના જ બાળકોને ગળા સુધી જમીનમાં દાટી દેવા એવો જીવ કોઈ માતાપિતાનો કેમ ચાલે બાળકો ચીસો પાડતા રહ્યા કાઢવા માટે કરગરતા રહ્યા પણ બેસૂન્ન માતાપિતા તેને જોતા રહ્યા આ એવા માતા પિતા છે જેમને અંધવિશ્વાસ સામે તેમના બાળકોના રડવાનો અવાજ પણ સંભળાતો નથી એક તરફ સુર્યગ્રહણના દિવસે સમગ્ર દેશના લોકો નદીઓમાં પવિત્ર સ્નાન કરી રહ્યા હતા તો બીજી તરફ કર્ણાટકના કાલાબુરગીના લોકો પોતાના વિકલાંગ બાળકોને જમીનમાં દફનાવી રહ્યા હતા તેઓ માને છે કે સુર્ય ગ્રહણના દિવસે વિકલાંગ બાળકોને જમીનમાં ગળા સુધી દાટવામાં આવે તો ગ્રહણ પૂરૂ થતાં તેઓ સાજા થઈ જાય છે એક તરફ માણસ ચંદ્ર સુધી પહોંચી ગયો છે તો બીજી તરફ આવા લોકો 19મી સદીમાંથી બહાર આવવાનું નામ જ નથી લેતા અંધવિશ્વાસની આડમાં તેઓ પોતાના જ માસૂમને આવી સજા આપી રહ્યા છે અને તેનું પરિણામ આ માસૂમ રડમસતા અવાજે ભોગવી રહ્યા છે