તીડના આક્રમણથી ગુજરાતના પાંચ જિલ્લાઓ પ્રભાવિત છે એમાંય ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે આવા સમયે તીડને નિયંત્રણમાં લેવા માટે થઈ રહેલા પ્રયાસોના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે કોઈ વાસણ વગાડીને તો કોઈ ઢોલ વગાડીને તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આ બધાની વચ્ચે સ્કોર્પિયો કારથી તીડ ભગાડવાનો પ્રયાસ કરતો એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે કોઈ ખેતરમાં સ્કોર્પિયો સ્પીડમાં દોડતી જાય છે અને હોર્ન વાગતું જાય છેસ્કોર્પિયોની પાછળ ટ્રેક્ટર પણ તીડને ભગાડવામાં લાગ્યું છે સાથે જ ખેતરમાં હાજર લોકો હાકલાં પડકારા કરી થાળી વગાડી તીડને ભગાડી રહ્યા છે