ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે એક ઈન્ટરવ્યુમાં ડિટેન્શન સેન્ટર બનાવવા અંગેની વાત પર સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટર બનાવવા તે એક સતત પ્રક્રિયા છે જો કોઈ વિદેશી નાગરિક પકડાઈ જાય છે તો તેને તેમાં રાખવામાં આવે છે જોકે જ્યારે તેમને પુછવામાં આવ્યું કે દેશમાં આવા કેટલા સેન્ટર છે તો તેમણે કહ્યું- હાલ અસમમાં એક છે આ સિવાયનું કોઈ મારા ધ્યાનમાં નથી હું કન્ફોર્મ નથી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિટેન્શન સેન્ટર બનાવવાની વાતોને અફવાહ ગણાવી હતી જ્યારે ન્યુઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ, અસમમાં 6 ટિટેન્શન સેન્ટર છે ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ, કર્ણાટકમાં પણ એક ડિટેન્શન સેન્ટર હોલ તાજેતરમાં જ તૈયાર થયો છે
Be the first to comment