રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી નદીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી છે બેટી પુલના નીચે પાણીમાં લાશ તરતી નજરે પડતા બ્રિજ પરથી જતા લોકોએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસે તેની ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે