અમદાવાદને આંગણે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ થયા બાદ આજે શુક્રવારે અનેક રસપ્રદ વિષયો પર યોજાયેલા સેશન્સનો લાભ લેવા માટે રાજ્યભરમાંથી સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યા હતા GLF-8માં ગુજરાતી રંગભૂમિ પર ખાસ સેશનનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના જાણીતા તેમજ યુવા રંગકર્મીઓએ ગુજરાતી રંગભૂમિની આજ અને આવતીકાલ પર ચર્ચા કરી હતી મંચ પર બિરાજમાન થઈને તેમણે પડકારો, અપેક્ષાઓ અને આશાઓ પર ચર્ચા કરવાની સાથે જ સામે બેઠેલા નાટ્યપ્રેમીઓના સવાલોના જવાબો પણ આપ્યા હતા