Skip to playerSkip to main content
  • 6 years ago
અમદાવાદ:ગુરુવારે સિટિઝનશિપ એક્ટના વિરોધમાં અપાયેલું બંધનું એલાન મોડી સાંજે હિંસક બન્યું હતું લાઠીચાર્જની ઘટના પછી રખિયાલ અને શાહઆલમમાં લોકોમાં ભારે આક્રોશ દેખાયો હતો શાહઆલમમાં સાંજે છ વાગ્યે વિરોધ બંધ કરાવવા ગયેલી પોલીસ જવાનોની સંખ્યા 60ની હતી જ્યારે ટોળું ચારથી પાંચ હજારનું હતું શાહઆલમની જુદી જુદી ગલીઓ અને ધાબાઓ પરથી પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો આ પથ્થરમારામાં 19 પોલીસ જવાન સહિત 25 ઘવાયા હતા પથ્થરમારામાં એસીપી રાણાને પણ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી પથ્થરમારા વચ્ચે ACP આરબીરાણા લોહીલુહાણ હાલતમાં પણ અડગ રહ્યાં હતા સારવાર બાદ તેઓ પરત ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago