વડોદરાઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો થયો છે હાથીખાના, પાંજરીગર મહોલ્લો અને પટેલ ફળીયામાં પથ્થમારો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે ટોળાએ જોઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો થયો છે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, 3 જેટલા તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે 10થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે અને ફાયરિંગ કરવામાં આવ્યું નથી
Be the first to comment