વીડિયો ડેસ્કઃસિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે સાંજે શહેરના શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર હુમલો કરાતા તેમાં 20 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા પોલીસ કર્મીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આરબીરાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા જ્યારે પોલીસે તોફાનીઓને કાબુમાં લાવવા માટે 20થી વધારે ટીયરગેસના શેલ છોડ્યા હતા રાત્રે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લીધી હતીજ્યાર બાદ તેઓ પોલીસ કાફલા સાથે શાહઆલમ પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પેટ્રોલિંગ કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી અમદાવાદમાંથી આજે બપોરથી લઈ રાત સુધીમાં 80 જેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે
Be the first to comment