ઉના: બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાને લઇને દહેશતનો માહોલ સર્જાયો હતો હવે ઉના અને ગીરસોમનાથ પંથકમાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઉનાની ભરચક્ક તુલસીધામ સોસાયટીમાં ગત રાત્રે એક દીપડો આંટાફેરા કરી રહ્યો હતો શ્વાન તેની સામે ભસવા લાગતા દીપડો તેની પાછળ દોડ્યો હતો પરંતુ એટલી વારમાં શ્વાન પણ ભાગી ગયો હતો આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ઉનાના વિદ્યાનગર, ખારા અને ગીરગઢડા રોડ પર આવેલી 80 ફૂટની સોસાયટીમાં પણ દીપડાએ ધામા નાખતા શહેરીજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોની આ દીપડાને પકડવામાં આવે તેવી વન વિભાગને માંગ કરી છે
Be the first to comment