ઈન્ટરનેટ પર હાલ 11 વર્ષની છોકરીનો ફોટો જોઈને લોકો તેનાં વખાણ કરી રહ્યા છે ફીલીપાઈન્સની રહેવાસી રિહા બુલોસ એથ્લીટ છે, તેણે હાલમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે રિહા પાસે દોડવા માટે શૂઝ નથી આટલી તેણે બેન્ડેજનાં શૂઝ બનાવ્યાં
સ્કૂલ કોમ્પિટિશનમાં રિહાએ 400 મીટર, 800 મીટર અને 1500 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યાં છે અફસોસની વાત એ છે કે, રિહા પાસે સ્પોર્ટ્સ શૂઝ નથી, તેણે દોડવા માટે બેન્ડેજને પોતાના પગ પર વીટી દીધી હતી અને તેની પર શૂઝમાં હોય તેવો જ નાઈકી બ્રાન્ડનો સિમ્બોલ દોર્યો હતો રિહા જ્યારે દોડતી હતી ત્યારે એક દર્શકનું એના પગ પર ધ્યાન ગયું હતું અને તેણે તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો સોશિયલ મીડિયા યુઝર્સ રિહાનાં ટેલેન્ટના તો વખાણ કરે છે તો ઘણા તેને શૂઝ આપવાની ઓફર પણ કરી રહ્યા છે
Be the first to comment