શિમલા/શ્રીનગર/નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રવાસન સ્થળોએ શનિવારે ભારે હિમવર્ષા થઈ હતી હવામાન વિભાગના જણાવ્યાનુસાર,હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 24 ઈંચ બરફ ડેલહાઉસીમાં પડ્યો છે ત્યાર પછી કુફરીમાં 8 ઈંચ, મનાલીમાં 4 ઈંચ અને શિમલામાં 3 ઈંચ હિમવર્ષા થઈ હતી રાજ્યમાંભારે વરસાદ અને હિમવર્ષાના કારણે 20 ધારાસભ્ય સમયસર વિધાનસભા પહોંચી શક્યા ન હતા એટલે વિધાનસભા કાર્યવાહી અડધો કલાક મોડી શરૂ થઈ હતી આદરમિયાન હસન વૈલી, કુફરી, ફાગુ, નારકંડામાં ફરવા આવેલા મહારાષ્ટ્રના 170 વિદ્યાર્થીને પણ સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા અહીં 300 જેટલા વાહનો પણ ફસાઈ ગયા હતા