Skip to playerSkip to main content
  • 6 years ago
અમદાવાદઃ બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર ઉતરેલા સુરતના યુવાન સચિન સંઘાણી (ઉવ28)ની તબિયત લથડી છે જેને પગલે તેને આજે સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આ પહેલા ગત બુધવારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાને લઈ પરીક્ષાર્થીઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું હતું ત્યાર બાદ આ આંદોલનમાં કોંગ્રેસ અને અન્ય સામાજિક આગેવાનો જોડાયા હતા પરંતુ બીજા જ દિવસે સરકારે (SIT)ની રચના કરતા મોટા ભાગના આંદોલનકારીઓએ સ્થળ છોડી દીધું હતું જો કે હજુ પણ સ્થળ પર અમુક પરીક્ષાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago