વડોદરાઃવડોદરા જિલ્લાના સાવલીમાં સીપીઆઇ તરીકે ફરજ બજાવતા હરીશ એમ ગામીતનું તેમની ઓફિસમાં જ તબિયત લથડ્યા બાદ મોત થયું છે ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી ઘટના સ્થળે દડી ગયા હતા અને સાવલી પોલીસે મૃતદેહને સરકારી દવાખાને મોકલીને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છેહરીશ એમ ગામીત(57) છેલ્લા દોઢ વર્ષથી સાવલીમાં સર્કલ પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા આજે સવારે સીપીઆઇની ઓફિસમાં મોર્નિગ પરેડની તૈયાર કરાવતા પહેલાં જ તેમની તબિયત અચાનક જ લથડી હતી અને તેમનું મોત થયું હતું તુરંત જ તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી હતી જેથી તેમનો પરિવાર સાવલી સરકારી દવાખાનામાં પહોંચ્યો હતો
Be the first to comment