અમરેલીઃ બગસરા પંથકમાં 24 કલાકમાં આદમખોર દીપડાએ માનવ પર બે હુમલા કર્યા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું અને એક મહિલા સારવાર હેઠળ છે દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસની ટીમોના ધાડેધાડા તેમજ શાર્પશૂટરો પણ ઉતારી દેવામાં આવ્યા છે ગત રાત્રે આખી રાત પોલીસ અને વન વિભાગ દોડતું રહ્યું પરંતુ દીપડો ક્યાંય નજરે પડ્યો નહોતો જો કે આજે બગસરાના કડાયા ગામ નજીકના સીમ વિસ્તારમાં દીપડાના સગડ મળી આવ્યા છે જો કે આ સગડ અત્યારના છે કે રાતના તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે સોનારીયા ડેમ નજીક દીપડાનું લોકેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે, દીપડાના સગડ મળી આવતા શાર્પ શૂટરો પણ પહોંચી ગયા છે તેની મોટી સંખ્યામાં વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે
Be the first to comment