પરીક્ષા રદ કરવાની માગ સાથે રજૂઆત કરવા પહોંચેલા 450થી વધુ ઉમેદવારોની ગાંધીનગરમાં અટકાયત થઈ આ ઉમેદવારોને પોલીસે દોડાવી દોડાવીને પકડ્યા હતા સાથે જ કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પણ અટકાયત કરવામાં આવી કૉંગ્રેસે કહ્યું કે, સરકાર યુવાઓનો અવાજ દબાવી રહી છે આ તરફ કેબિનેટની બેઠકમાં પણ આ આંદોલન મુદ્દે ચર્ચા થઈ હતીગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ વાત કરી છે તેમણે કહ્યું કે, ગેરરીતિ મામલે બે દિવસમાં જ દોષિતો સામે કાર્યવાહી થશે પ્રદીપસિંહે કહ્યું કે, 5 જિલ્લામાંથી કુલ 39 લેખિત ફરિયાદ મળી છે આ તરફ CCTV ફૂટેજની તપાસ પણ અંતિમ તબક્કામાં છે સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, સાચા ઉમેદવારોને અન્યાય નહીં થાય
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મામલે રાજકારણ ગરમાયું છે
Be the first to comment