સબ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહ પ્રથમ નૌસૈનિક મહિલા પાયલટ બની છે શિવાંગી કોચ્ચિ નૌસેના બેસમાં તૈનાત છે શિવાંગી ભારતીય નૌસેનાના ‘ડોર્નિયર સર્વિલાંસ’ વિમાનને ઉડાવશે આ વિમાન દેશની દરિયાઈ સરહદો પર મોનિટરિંગ કરે છે શિવાંગીએ દોઢ વર્ષ સુધી પાયલટની તાલિમ લીધી હતી જે બાદ શિવાંગીને નૌસેનાની પ્રથમ મહિલા પાયલટ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું 4 ડિસેમ્બરે નૌસેના સ્થાપના દિવસ છે ત્યારે કોચ્ચિ સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરાને અનુસરી શિવાંગીને પાયલટમાં સામેલ કરાઈ છે શિવાંગીને દરિયાઈ સરહદના મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે
Be the first to comment