Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
અમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબારમાં 11 લોકો ઘાયલ થયા પોલીસે જણાવ્યું કે ગોળીબાર શહેરના પ્રતિષ્ઠિત ફ્રેન્ચ ક્વાર્ટરમાં થયો છે ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે પોલીસે શંકાના આધારે એક શખસની અટકાયત કરી છે
ગોળીબાર થયો ત્યાં પોલીસ અધિકારીઓ પણ હાજર હતા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને બે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ગોળીબાર કેનાલ સ્ટ્રીટના વ્યસ્ત કોમર્શિયલ બ્લોકમાં થયો છે, જ્યાં ઘણી હોટલો આવેલી છે શહેરના પોલીસ અધિકારી શોન ફર્ગ્યુસને જણાવ્યું કે પોલીસે તત્કાળ કાર્યવાહી કરી અને સુરક્ષાકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા, કેમ કે થેન્ક્સ ગિવિંગ વીકેન્ડના કારણે ત્યાં પહેલેથી જ ચુસ્ત સુરક્ષા હતી ગોળીબાર થયો ત્યાં અમારા અધિકારી હાજર હતા કમનસીબે ત્યાં એટલા વધારે લોકો હતા કે અમે એ નહોતા સમજી શકતા કે ગોળી ક્યાંથી ચલાવાઇ રહી છે અને કોણ ચલાવી રહ્યું છે?

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago