ઓડિશા વિધાનસભાનું શિયાળું સત્ર 13 નવેમ્બરથી ચાલી રહ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય તારાપ્રસાદ બાહિનિપતિએ મંગળવારે સવાલ પુછવાની તક મળતાની સાથે જ સ્પીકર એસએન પાત્રો તરફ ફલાઈંગ કિસ ઉછાળી હતી તેમની આ હરકત બાદ સમગ્ર વિધાનસભા હસવા લાગી ધારાસભ્યોએ આ બાબતે વિરોધ પણ દર્શાવ્યો હતો વિધાનસભાની બહાર નિકળ્યા બાદ બાહિનીપતિએ કહ્યું કે મારો ઈરાદો સ્પીકરને અપમાનિત કરવાનો ન હતો મેં ધન્યવાદ આપવા માટે તેમની તરફ ફ્લાઈંગ કિસ ઉછાળી હતી
બાહિનીપતિએ એ વાત પણ કરી કે સ્પીકરે મારા નબળા વિધાનસભા ક્ષેત્ર પ્રત્યે ચિંતા દર્શાવી મારી ફ્લાઈંગ કિસ તેની પ્રશંસા કરવા માટે હતી હું વિધાનસભાના 147 સભ્યોમાં સૌથી પહેલા પોતાને સવાલ પુછવાની તક આપવા બદલ સ્પીકરનો આભારી છું