દક્ષિણ એશિયાના દેશોમાં ડુંગળીના ભાવ સામાન્ય રીતે સંવેદનશીલ મુદ્દો હોય છે અને તે ઘણી વખત એવો તે રાજકીય મુદ્દો બની જાય છે કે શાસક પક્ષ માટે મોટો પડકાર બની જાય છે તાજેતરમાં ભારત, પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશમાં પણ ડુંગળીના ભાવોમાં અસહ્ય વધારો થયો છે
ભારતે ડુંગળીની આયાત પર પ્રતિબંધ મુકતા અને પોતાને ત્યાં ડુંગળીના ઓછા ઉત્પાદનની સ્થિતિ વચ્ચે પડોશી દેશ બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવોમાં વિક્રમજનક ઉછાળો આવ્યો છે બાંગ્લાદેશમાં ડુંગળીની કેટલી કારમી તંગી સર્જાઈ છે એ તે બાબત પરથી અંદાજ લગાવી શકાય છે કે તેણે હવાઈ માર્ગે એટલે કે વિમાન માર્ગે ડુંગળીની આયાત કરી છે અને દેશના વડાપ્રધાન શેખ હસિનાએ પણ તેમના ભોજનમાં ડુંગળીનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ સ્થાનિક ચલણ પ્રમાણે 260 ટાક એટલે કે ભારતીય રૂપિયામાં જોઈએ તો પ્રતિ કીલો રૂપિયા 220 થયા છે